* કંજોડા ગામમાં ગણા વષો પહેલા ઉપજીભાઈ પાટીદાર નામના વ્યક્તિએ અહીં આવી સ્થાઇ થઇ વસવાટ કર્યો અને તેમની પેઢી આગળ વધારી. અત્યારે તેમના વંશજો ગામમાં સ્થાઈ રહીને તેમની આશાઓ ને આગળ વધારે છે .
* કંજોડા ગામ આશરે 4000 થી 5000 ની વસ્તી ધરાવતું ગામ છે. જેમાં પટેલ સમાજના ગણા બધા લોકો નોકરી-ધંધા અર્થે વિદેશમાં રહે છે .
* કંજોડા ગામના પૂર્વજોએ બનાવેલ અંબાજીમાતા મંદિર , હનુમાનદાદા મંદિર , શંકરભગવાન મંદિર , રામજી મંદિર , કાલિકામાતા મંદિર બનાવી ભક્તિમય સ્થાન દ્વારા ગામની શોભા વધારેલ છે . ગામની વચ્ચે બનાવેલ ચબુતરી અને ટાવર આકર્ષણનું કેન્દ્ર છે . અને બાલમંદિર , પ્રાથમિકશાળા , હાઈસ્કૂલ ના માધ્યમથી ગામના દીકરા-દીકરીઓ ને જ્ઞાન અર્પણ કરી આગળ વધારે છે .
* કંજોડા ગામમાં લગ્નપ્રસંગ તથા અન્ય શુભપ્રસંગ માટે સુંદર મોટી "પટેલ સમાજ વાડી" બનાવેલ છે. જેની સ્થાપના વર્ષ 1995 માં થયેલ છે . જેના વાડીના ભુમિદાતાશ્રીઓ :- સ્વ. અંબાલાલ બાબરભાઈ પટેલ , સ્વ. છોટાભાઈ સોમાભાઈ પટેલ , અંબાલાલ વલ્લભભાઈ પટેલ છે . વાડીના બાંધકામના મોટા દાતાશ્રીઓ :- ઈશ્વરભાઈ જીભાઈભાઈ પટેલ ના સુપુત્રો , લીગ્ના લી. મોમ્બાસા (કેન્યા) ના રમણભાઈ તળસીભાઈ પટેલ , સ્વ. ચંદુભાઈ અંબાલાલ પટેલ , ધીરેન્દ્રભાઈ અવચળભાઈ પટેલ .
સ્વ. અંબાલાલ છોટાભાઈ પટેલ પરિવાર , સ્વ. અવચળભાઈ નાથાભાઈ પટેલ પરિવાર ,
સ્વ. અંબાલાલ વલ્લભભાઈ પટેલ પરિવાર તરફથી વાડીના બાંધકામ માટે મોટું દાન મળેલ છે. ઉપરાંત ગામમાં અને વિદેશમાં રહેતા દરેક પરિવાર તરફથી અમૂલ્ય દાન એકત્રિત કરી "પટેલ સમાજ વાડી કંજોડા" ની પટેલ સમાજ તરફથી વ્યવસ્થા કરેલ છે .
* વડીલોના આશીર્વાદથી અને યુવા ભાઈ-બહેનોના સહકારથી ગામની શોભા-તરક્કી આગળ વધતી રહે તેવી શુભેછા . 🙏