પાટીદાર શબ્દ એટલે શું અને ક્યાંથી આવ્યો અને તે કોણ છે ?
આપણો સમાજ ખેતી પ્રધાન હોઈ જમીનો સંપાદન કરી ખેતી કરતા શરુઆતમાં આપણે કુર્મી (કણબી-કામ કરનાર) ના હતું પણ આપણા એક વંશજના બાદશાહ સાથેના ધરોબાના કારણે તે નામ પાટીદાર લખાયું. પાટી નો અર્થ થાય જમીન અને જમીન ધરાવતા તે પાટીદાર કહેવાયા.
ઘરતી ચીરી ધૂળમાંથી ધન કાઢનાર પાટીદાર કહેવાયા. કૂર્મિ જાતિ પંજાબના લેઉઆ અને કરડવિસ્તારમાં ફેલાયેલી હતી. સમય જતાં આ પ્રજા દક્ષિણ તરફ ફેલાતી ગઈ અને પોતાનાં મૂળ વિસરી ના જવાય માટે કડવા અને લેઉઆએ પોત પોતાના વિસ્તાર મુજબ નામ ધારણ કર્યા. મૂળ શબ્દ પાટીદાર છે. પટેલ પાછળથી આવ્યો હોય તેમ લાગે છે. પહેલા પા.મગનભાઈ લખતા હતા અને પા.એટલે જ પાટીદાર આજેય લેઉઆ પાટીદારનું મૂળ મથક ચરોતર છે. પટેલ એ તો હોદ્દો બતાવે છે. પટેલ એટલે ગામનો મુખ્ય વ્યક્તિ અથવા મુખી કહેવાય. મોગલ કાળ દરમિયાન જેને જમીનનો પટ અથવા પટ્ટો લખી આપવામાં આવતો તે પાટીદાર લેઉઆ અને કડવના મુખ્ય છે.
પાટીદાર સિવાય બીજા આંજણા, માટીયા, ચાંલ્લીયા, પાટીદાર પણ છે. ઉત્તર ગુજરાતના આંજણા પાટીદાર એ પેટાજાતિ છે. તેમની અટક ચૌધરી હોય છે કેટલાકને તેમના ગામના નામ ઉપરથી ઓળખવામાં આવે છે એમના નામ પાછળ સિંહ રાખવામાં આવે છે. માટીઆ, લેઉઆ પાટીદારની પેટા જાતિ છત અને સુરતના બારડોલી બાજુ તેમની વસ્તી છે. વિરમગામ અને પાટડી તરફ ચાંલ્લીઆ પાટીદાર છે. કડવા પાટીદારના કુળદેવી જેમ ઉંઝામા છે એમ લેઉઆ પાટીદારના કુળદેવી અમદાવાદ પાસેના અડાલજમાં છે.
ઇતિહાસ અને સમય સાક્ષી પૂરે છે કે આ પ્રજા સાહસિક, ખમીરવંતી, વ્યવહાર કુશળ દરિયાવ દિલવાળી, દાનવીર અને મનની તંદુરસ્તી ધરાવતી ખેલદિલ પ્રજા છે. પાટીદારને આજે ગુજરાત નહિ સમસ્ત વિશ્વ પણ નાનું પડે છે. અંગત રીતે પાટીદાર પોતેજ એક સ્વતંત્ર સંસ્થા છે. આજે ઇંગ્લેન્ડ અમેરિકા અને કેનેડામાં નાના નાનાં ચરોતર વસી ગયા છે દક્ષિણ આફ્રિકામાં પૂર્વ આફ્રિકામાં પણ પાટીદારોની સંખ્યા સારી એવી છે.
પાટીદારોએ વિવિધ ક્ષેત્રમાં મહાન વિભૂતિઓ રાષ્ટ્રે અર્પણ કરી છે. પ્રથમ સરદાર વલ્લવભાઈ પટેલ કરમસદના લેઉઆ પાટીદાર હતા ભારતના બિસ્માર્ક તેમજ તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઈ પટેલ લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રથમ સ્પીકર હતા વલ્લભવિદ્યાનગરના જન્મદાતા ભાઇકાકા, મફતલાલ ગગલભાઈ ગ્રુપના ભારતના પ્રથમ કક્ષાના ઉદ્યોગપતિઓમાં શ્રી મફતલાલ પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. અમદાવાદના જયકૃષ્ણ હરિવલ્લભદાસ રાજકારણના અઠંગ ખેલાડી અને ધારાશાસ્ત્રી રજની પટેલ, ભૂતપૂર્વ ગૃહમંત્રી હરુભાઈ પટેલ અને રીઝર્વ બેન્કના માજી ગવર્નર આઇ.જી.પટેલ, ક્રિકેટના જશુ પટેલ અને બ્રિજેશ પટેલ, ચિત્રકલાના જેરામ પટેલ રંગલા રંગલીના જયંતિ પટેલ અને લીલાબેન પટેલ, ન્યુઝીલેન્ડની ટીમના વિશ્વવિખ્યાત હોકી ખેલાડી રમેશ પટેલ કેળવણીકાર મોતીભાઇ અમીન, ઇશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ આ બધાજ નજરાણા પાટીદારોએ રાષ્ટ્રને સમર્પણ કર્યા છે. બેસુમાર પટેલો પ્રખ્યાત ડોક્ટરો છે.
વ્યવસાયોમાં પટેલોના નામ ગણવા બેસીએ તો કેટલાય નામ રહી જવાનો સંભવ છે. પાટીદારની સોદાગીરીમાં હિંમત હિકમત અને હુન્નર છે. આ સંજોગોમાં આમ પાટીદાર એ તો મહાગુજરાતની મહા પ્રજા છે.
.
પાટીદાર જ્ઞાતિનો ભૂત વર્તમાન અને ભવિષ્ય
પાટીદાર જ્ઞાતિનો ભૂત વર્તમાન અને ભવિષ્ય
ઇતિહાસના જર્જરિત પાના ઉથલાવતા, અનુભવીઓના નિચોડ કાઢતા વહીવયાઓના થોથા ફંફોસતા સાહિત્યકારોના મતમતાંતરો વલોવતા સમજાય છે કે પટેલ કોઈ જાતિસૂચક શબ્દ નથી. પાટીદાર એક ખેડૂત જાતિને માટે વપરાતો શબ્દ છે. તેનો મૂળ સંસ્કૃત શબ્દ કુટુંમ્બિન છે જે પોતે ખેતી કરે અગર અન્ય પાસે કરાવે તેનો અર્થ કુટુંમ્બિન, સમય જતા આ શબ્દ માંથી ત્રણ શબ્દો થયા કૃમિ. કુળુબી અને ત્રીજો કુણબી મહારાષ્ટ્ર માળવા ગુજરાત બિહાર અને તામિલનાડુના પ્રાચીન લેખો અને તામ્રપત્રોમાં કુટુમ્બિન શબ્દ આજે પણ વંચાય છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાટિલ, બંગાલમાં કર્મકાર, બિહારમાં કૂમી આજે પણ પ્રચલિત છે. કુર્મી એટલે શક્તિશાળી કૂર્માનો અપભ્રંશ એટલે કણબી. લેઉઆ વિષે આજે પણ જુદાજુદા મત છે. કોઈ કહે છે લવ અને કુશમાંથી લેઉઆ અને કણબી હેવાયા, પુરાણમાં ઉલ્લેખ છે કે બલિ અને ભદ્રને લેહક અને કેટક નામના બે પુત્રી હતા તેમની પ્રજા એટલે લેઉઆ અને ડવા આ છે આપણા પાટીદારનો ભૂતકાળ.
સમય જતાં પાટીદારે પોતાની આગાવી ઓળખ ઊભી કરીને તે પટેલ બન્યા આજે આપણે પટેલ લખીએ છીએ. પટેલ એટલે શક્તિશાળી જાગૃત બુદ્ધિશાળી અને પ્રેમાળ ખેડૂત, ધરતીમાતાની પૂજા કરી ધરતી ચીરી ધૂળમાંથી ધાન્ય કાઢી સમાજને જીવાડનાર પાટીદાર (પટેલ) ઇશ્વર પણ તેને કણમાંથી મણ આપે છે. અને એટલે પાટીદારમાં ઉદારતા જોવા મળે છે. પરિશ્રમ સિવાય બીજો વિકલ્પ નથી. આ સૂત્રને લઈને જીવનાર પાટીદાર શારીરિક રીતે ખડતલ, સ્વાશ્રયઅને સશક્ત હોય છે. કુદરત સામે ઝઝુમવાનું હોવાથી તેનામાં સાહસ, વીરતા અને ધૈર્ય જેવા ગુણો વિકસેલા છે. ઉપરોક્ત ગુણોને કારણે પાટીદાર પૈસે ટકે હું સુખી થતા મોજ શોખ કરવામાં અને પૈસા છુટથી ખર્ચવામાં સહેજ પણ અચકાય નહીં. ધીરેધીરે સુવર્ણ (સોનું) ખરીદવા પાછળ ઘેલો થયો અને તેથી પાટીદારને સુવર્ણ કોમ તરીકે ઓળખવામાં આવે છે. આજ પાટીદારોએ અનેક સિદ્ધિના શિખરો સર કર્યા છે અને અધિતીય પ્રગતિ કરી છે. આપણા સમાજ પાડગોલના ડો.ગોરધનભાઈ વકીલ પોરડાના ડો.કે.સી.પટેલ, પોરડાના સ્વ. મગનભાઈ એડનવાલા, પેટલીના સાહિત્યકાર સ્વ. ઈશ્વર પેટલીકર. એસ્ટ્રોલોજીમાં ભૂમેલના શ્રી પી.એ.પટેલ ને કેમ ભૂલી જવાય? પાટીદાર સમાજ પુરુષ પ્રધાન હોવા છતા મહિલાઓને કેમ ભૂલી જવાય? આજના જમાનામાં ઈગ્લેન્ડ જેવા કે જેણે દુનિયાના દરે દેશમાં રાજ કર્યું છે. તેવા દેશમાં આપણા સમાની ભૂમેલ ગામના શ્રીમતિ લતાબેન કે.પટેલ પ્રથમ કાઉન્સિલર તરીકે લંડનમાં વિજય મેળવી સમાજનું ગુજરાતનું અને ભારતદેશનું નામ રોશન કર્યું છે. જે આપણા સમાજના આજના યુવાનો, અને યુવતીઓને પ્રેરણા આપે છે.
પાટીદાર સમાજ પ્રગતિના સોપાન સિદધ કરી રહ્યો છે તેમા શંકાને સ્થાન જ નથી. પરંતુ હજી પણ આ પાટીદારોમાંથી પ્રદર્શનવૃત્તિ, ઈર્ષા, દંભ અને સામાજિક અનિષ્ટો દૂર થયા નથી. આજે પાટીદારો દેખાદેખીમાં પ્રદશનવૃત્તિમાં કે પોતાના દંભ કે અહમ પોષવામાં લાખ્ખો રુપિયાનો દુર્વ્યય કરે છે અને દેખાદેખીમાં સમાજના નબળા વર્ગને પણ તેની પાછળ ખેંચાવું પડે છે આજે પણ જયારે દુનિયા વૈજ્ઞાનિક રીતે આગળ વધી રહી છે ત્યારે આણા સમાજમાં અંધશ્રદ્ધા, ધર્માન્ધતા, અને મરણોત્તર કીર્યાયાઓ ઘર કરી ગઇ છે જો આપણે આપણી બધી જ શક્તિ અને સમૃદ્ધિ સમાજ નાં દૂષણો દૂર કરવામાં આવપીએ અને આપણી સમૃદ્ધિ બુદ્ધિ અને શક્તિનો લાભ સમાજના લોકોને નિર્બળ લોકેને મળે તો પાટીદાર સમાજહજી વધારે સમૃદ્ધ અને શક્તિશાળી બનશે. આનંદની વાત એ છે કે પાટીદાર સમાજ જાગૃત્ત થયો છે પાટીદાર સમાજ જુદાજુદા ટકો અને ફેડરેશન ધ્વાર શૈક્ષણિક અને સામાજિક કાર્યો કરી રહ્યો છે. એટલે પાટીદાર પ્રજાની આવતી કાલ ઉજળી છે. વિશ્વમાં વેરવિખેર પથરાયેલ પાટીદારનું જો સંગઠન થાય તેની બુધ્ધિ શક્તિ અને ધનનો સદ્ઉપયોગ થાય તો સમાજની કાયા પલ્ટ કરતા વાર પણ લાગે નહી માટે પાટીદારનું ખમીર બતાવવા તર રહો. પાટીદાર સમાજની શક્તિનું જતન કરે. પાટીદાર સમાજની આ પ્રવૃત્તિમાં વધુ વેગવાન બની આગળ ધપે એ જ અભ્યર્થના....