Loading

બાવીસ ગામ પાટીદાર સમાજની

સિદ્ધિઓના સોપાન અને ગૌરવ ગાથા

ચરોતરનું વિદ્યાધામ - વિદ્યાનગરમાં કન્યાકેળવણીના વિકાસર્થે સર્વ પ્રથમ છાત્રાલયનું નિર્માણ સને ૨૦૦૧ માં તેનો આરંભ થયો હતો.
કેળવણી મંડળ દર વર્ષે ધોરણ-૧ થી ૯ અને ૧૦, ૧૧,૧૨ તથા કોલેજની તમામ ફેકલ્ટીની ડીગ્રી પ્રોત્સાહક ઈનામ વિતરણ કરે છે.
સમાજના ભણતા વિર્ઘાથી અને વિર્ઘાથીનીઓને તેમને ભણવામાં મદદરૂપ થાય તેવા ચોપડા વિતરણ કરે છે
સર્વપ્રથમ સમાજ દ્વારા કન્યાઓ માટે તથા યુવાનો માટે અલગ છાત્રાલયનું નિર્માણ એક સાથે આપણા જ સમાજમાં થયું છે તે એક દૃષ્ટાંત રૂપ સિદ્ધિ छे.
સમાજનાં દૂષણો અને અનિષ્ટ પૈઠણ જેવા રીત રિવાજોને દૂર કરવામાં સમાજને સંતોષકારક સફળતા પ્રાપ્ત થઇ છે તે પણ સમાજની સિદ્ધિ છે.
સમૂહલગ્નોનું આયોજન પ્રતિ વર્ષ નિયિમિત રીતે વસંતપંચમી ના દિવસે થાય છે. જેના દ્વારા સમાજમાં સમાનતા અને બંધુત્વની ભાવનાનો વિકાસ થયો છે.
દાતાશ્રીઓ તરફથી ઉદાર હાથે મળેલ દાનની રકમનો સદ્ઉપયોગ કરકસરયુક્ત કરાય છે.
કુલ ૧૩૨૫ યુગલો (દીકરા - દીકરીઓને) સમાજે સમૂહ લગ્નમાં બંધનના તાંતણે જોડેલ છે..