Loading

પાટીદાર શબ્દ એટલે શું અને ક્યાંથી આવ્યો અને તે કોણ છે ?

આપણો સમાજ ખેતી પ્રધાન હોઈ જમીનો સંપાદન કરી ખેતી કરતા શરુઆતમાં આપણે કુર્મી (કણબી-કામ કરનાર) ના હતું પણ આપણા એક વંશજના બાદશાહ સાથેના ધરોબાના કારણે તે નામ પાટીદાર લખાયું. પાટી નો અર્થ થાય જમીન અને જમીન ધરાવતા તે પાટીદાર કહેવાયા.

ઘરતી ચીરી ધૂળમાંથી ધન કાઢનાર પાટીદાર કહેવાયા. કૂર્મિ જાતિ પંજાબના લેઉઆ અને કરડવિસ્તારમાં ફેલાયેલી હતી. સમય જતાં આ પ્રજા દક્ષિણ તરફ ફેલાતી ગઈ અને પોતાનાં મૂળ વિસરી ના જવાય માટે કડવા અને લેઉઆએ પોત પોતાના વિસ્તાર મુજબ નામ ધારણ કર્યા. મૂળ શબ્દ પાટીદાર છે. પટેલ પાછળથી આવ્યો હોય તેમ લાગે છે. પહેલા પા.મગનભાઈ લખતા હતા અને પા.એટલે જ પાટીદાર આજેય લેઉઆ પાટીદારનું મૂળ મથક ચરોતર છે. પટેલ એ તો હોદ્દો બતાવે છે. પટેલ એટલે ગામનો મુખ્ય વ્યક્તિ અથવા મુખી કહેવાય. મોગલ કાળ દરમિયાન જેને જમીનનો પટ અથવા પટ્ટો લખી આપવામાં આવતો તે પાટીદાર લેઉઆ અને કડવના મુખ્ય છે.

Read Mor..

૨૨ ગામ મોટી પાટીદાર

૨૨ ગામ મોટી પાટીદાર સમાજની સ્થાપના સને.૧૯૭૬ના વર્ષમાં થયેલ હતી, પંરતુ કોઈ બંધારણ ના હોવાથી ગામડા નકકી ના હોવાથી, બુધ્ધી જીવી સમાજના વડીલો ધ્વારા સમાજની કાયદેસર સ્થાપના ૨૨ ગામ (મોટી) પાટીદાર સમાજ જે આપણા વડીલોએ સંવત.૧૯૭૮ મહાસુદી-૧૩ એટલે કે આજથી ૧૦૩ વર્ષ પહેલા ચોવીસ ગામના લેઉવા પાટીદારોનો સમાજ સ્થપાયેલ. પંરતુ તે સમયે ક્રોઈ બંધારણ બનાવેલ ના હોવાથી ચોવીસ ગામના લેઉવા પાટીદારોનો સમાજ પંચ એકડાના ગોર પાઠક નરોત્તમ ગિરિજાશંકર રહે.પીપળાતા તા.નડીયાદ ઘ્વારા સને.૧૯૨૨માં બંધારણ બનાવવામાં આવેલ તેમાં ૨૦ ગામની યાદી ૧. પાડગોલ, ૨. પોરડા, ૩. વડતાલ, ૪. ગુતાલ, ૫. આખડોલ ૬. વલેટવા, ૭. કેરીઆવી, ૮. પીપળાતા, ૯. કલેડી, ૧૦. થલોલી, ૧૧. મિત્રાલ, ૧૨. દાવડા, ૧૩. સંધાણા, ૧૪. બામરોલી, ૧૫.બીલોદરા, ૧૬. મંજીપુરા, ૧૭. પેટલી, ૧૮. વલાસણ, ૧૯. વાલ્લા, ૨૦. ભૂમેલ, ૨૧. કળજોડા, ૨૨.ડુમરાલ, ૨૩. હાથનોલી, અને ૨૪. નવાગામ હતા.
Read Mor..

Most Popular