પ્રમુખશ્રી,
પ્રવીણભાઈ પી. પટેલ (સુંદરણાવાળા)
બાવીસ ગામ પાટીદાર પંચ
સમાજે અમારામાં વિશ્વાસ મૂકી બાવીસ ગામ પાટીદાર સમસ્ત પંચના વર્તમાન પ્રમુખ તરીકે મારી તથા અમારી કારોબારીની રચના કરી તે બદલ હું ધન્યતા અનુભવું છું. અને સમાજના સર્વે ભાઇબહેનોનો આભાર માનું છું.
૧૮૭૬ થી બાવીસ ગામ પાટીદાર સમસ્ત પંચના જે તે સમયના પ્રમુશ્રીઓ અને હોદ્દેદારોએ સમાજમાં ઘર કરી ગયેલા લગ્ન અને મરણ પ્રસંગના કુરિવાજો નાબૂદ કરવાના ભગીરથ પ્રયત્નો કર્યા છે. આપણી વર્તમાન કારોબારીએ પણ આ બાબતમાં નમ્ર પ્રયાસ કર્યો છે. જેને મહદ્ અંશે સફળતા પ્રાપ્ત થઇ છે. સામાજિક સુધારણામાં હજુ વધુ સફળતા પ્રાપ્ત કરવામાં આપ સૌના સહકારની અપેક્ષા છે. આવો, સૌ સાથે મળી કુરિવાજો નાબૂદીના આ ભગીરથ કાર્યમાં યત્ કિંચિત ફાળો આપવા પ્રયત્નશીલ બનીએ. સમાજના અન્ય બે ઘટક પૈકી બાવીસ ગામ પાટીદાર કેળવણી મંડળે સારાં પરિણામો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કરે છે. આમ કેળવણી મંડળ ઘણુંજ પ્રશંસનીય કામ કરે છે.
વરકન્યાના મા-બાપને લગ્નમાં વધુ પડતો આર્થિક ખર્ચ ન કરવો પડે અને સામાજિક અને આર્થિક સંતુલન જળવાય તે હેતુસર સમાજના અન્ય ઘટક બાવીસ ગામ પાટીદાર સેવા સમાજ દર વર્ષે સમૂહલગ્ન યોજે છે જે સેવાનું અનોખું ઉદાહરણ છે.
સમાજ હવે પ્રગતિના પંથે છે. સમાજ સૌના સહકારથી આગેકદમ કરી રહ્યો છે. આપ સૌ સેવાકાર્યમાં જે સહકાર આપો છે તેનાથી પણવધુ સહકાર આપ સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસના કાર્યને વધુ વેગવંતુ બનાવવામાં મદદરૂપ થશો એ જ અભ્યર્થના