Loading

About Samaj

ગુસ્સો થાય તો બેમાંથી એક શાંત રહેશો,
દલીલ બાજી થાય તો તમારા સાથીને વિજયી બનાવશો,
ભૂતકાળની ભૂલો વિસરી જજો,
બધુ ભૂલી જજો,એકબીજાને નહી,
વિવાદ સર્જાય તો, તેનો અંત લાવીને જ સુઈ જશો,
જીવન સાથી ના કાર્યોની પ્રસંશા કરશો.
ભૂલની કબુલાત કરી માફી માંગશો
૨૨ ગામ મોટી પાટીદાર સમાજની સ્થાપના સને.૧૯૭૬ના વર્ષમાં થયેલ હતી, પંરતુ કોઈ બંધારણ ના હોવાથી ગામડા નકકી ના હોવાથી, બુધ્ધી જીવી સમાજના વડીલો ધ્વારા સમાજની કાયદેસર સ્થાપના ૨૨ ગામ (મોટી) પાટીદાર સમાજ જે આપણા વડીલોએ સંવત.૧૯૭૮ મહાસુદી-૧૩ એટલે કે આજથી ૧૦૩ વર્ષ પહેલા ચોવીસ ગામના લેઉવા પાટીદારોનો સમાજ સ્થપાયેલ. પંરતુ તે સમયે ક્રોઈ બંધારણ બનાવેલ ના હોવાથી ચોવીસ ગામના લેઉવા પાટીદારોનો સમાજ પંચ એકડાના ગોર પાઠક નરોત્તમ ગિરિજાશંકર રહે.પીપળાતા તા.નડીયાદ ઘ્વારા સને.૧૯૨૨માં બંધારણ બનાવવામાં આવેલ તેમાં ૨૦ ગામની યાદી ૧. પાડગોલ, ૨. પોરડા, ૩. વડતાલ, ૪. ગુતાલ, ૫. આખડોલ ૬. વલેટવા, ૭. કેરીઆવી, ૮. પીપળાતા, ૯. કલેડી, ૧૦. થલોલી, ૧૧. મિત્રાલ, ૧૨. દાવડા, ૧૩. સંધાણા, ૧૪. બામરોલી, ૧૫.બીલોદરા, ૧૬. મંજીપુરા, ૧૭. પેટલી, ૧૮. વલાસણ, ૧૯. વાલ્લા, ૨૦. ભૂમેલ, ૨૧. કળજોડા, ૨૨.ડુમરાલ, ૨૩. હાથનોલી, અને ૨૪. નવાગામ હતા. તે સમયે સમાજના વડીલોએ કન્યા વિક્રય કરવો નહી, અને પંચની વિરુધ્ધ હોઈ જાય તો તેને દંડ કરવો,સમાજની કન્યા બીજા સમાજમાં આપવી નહી અને આપે તો પંચમાં દાખલ કરવા નહી અને ૫૦૧/- દંડ લેવો, કોઈના હીત ખાતર પંચ બોલાવે તો ખર્ચ પંચ ભોગવશે, અને કંકોત્રીમાં જે પ્રમાણે લખ્યુ હોય તે જ પ્રમાણે દરેકે વર્તવુ જો ના વર્તે તો રૂા.૫/-દંડ લેવો, ટુંકમાં અગાઉના વડીલોએ પંચ અને સમાજને એક રાખવા માટે દંડની જોગવાઈ કરેલ હતી જે બાવીસ ગામ પંચ સમયાંતરે આગળ વધતુ રહયુ, અને છેવટે સને.૧૯૬૦ની આસપાસ સમાજમાં બીજા ગામોનો ઉમેરો થયો અને બામરોલી ગામ છુટુ પડેલ, તે મુજબ હાલ આપણો સમાજ રરગામ (મોટી) પાટીદાર સમાજના નામે ઓળખાય છે તેના ગામો તાલુકા મુજબ જોઈએ તો
ખેડા જીલ્લો,

નડીયાદ તાલુકા - (૧) મંજીપુરા (૨) બીલોદરા (૩) વાલ્લા (૪) કંજોડા (૫) પીપળાતા (૬) કેરીઆવી (૭) મીત્રાલ (૮) ગુતાલ (૯) વડતાલ (૧૦) દાવડા (૧૧) ભુમેલ (૧૨) હાથનોલી (૧૩) ટુંડેલ (૧૪) આખડોલ (૧૫)ડુમરાલ
વસો તાલુકામાં - (૧૬) ગંગાપુર, (૧૭) રુણ (૧૮) થલેડી (૧૯) કલોલી (૨૦) પેટલી (૨૧) નવાગામ
માતર તાલુકો - (૨૨) ઉઢેલા (૨૩) સંધાણા (૨૪) રધવાણજ (૨૫) લવાલ (૨૬) સોખડા
આણંદ જીલ્લામાં

સોજીત્રા તાલુકો - (૨૭) કાસોર
આણંદ તાલુકામા - (૨૮) વલાસણ (૨૯) જોળ (૩૦) વાંસખીલીયા (૩૧) પોરડા
બોરસદ તાલુકામા - (૩૨) નાપા તળપદ, (૩૩) ભારેલ
પેટલાદ તાલુકામાં - (૩૪) અરડી (૩૫) વટાવ (૩૬) મોરડ (૩૭) વિશ્નોલી (૩૮) પોરડા (૩૯) સુંદરણા (૪૦) પાડગો

૨૨ ગામ પાટીદાર સમાજ વહીવટમા ત્રણ ભાગમા વહેચાયેલ
૨૨ ગામ (મોટી) પાટીદાર કેળવણી મંડળના નામે સંયુક્ત ચેરીટી કમી. શ્રી ધ્વારા નોંધણી થયેલ છે. એ. ૨૬૯૮ ખેડા થી નોંધણી થયેલ છે.
૨૨ ગામ પાટીદાર સેવા સમાજ, જે સમાજમાં સમુહ લગ્નનું આયોજન કરે છે. અને સતત ૬૫ સમુલ લગ્ન યોજેલ છે. અને આ લખાણ છે ત્યારે ૬૬ મુ સમુહ લગ્ન તા.૨.૨.૨૦૨૫ ના રોજ કેરીઆવી ગામે રાખેલ છે.
અગાઉ સમૂહ લગ્ન વર્ષમાં બે વાર, વસંતપંચમી અને અખાત્રીજ, યોજાતા પંરતુ છેલ્લા સમયથી વસંત પંચમીના એકજ રખાય છે. સેવા સમાજની ઓફીસ "સુર્યા' રીંગ રોડ, મંજીપુરા તા.નડીયાદ કિશોરભાઈ વકીલની ઓફીસે રાખેલ છે.
૨૨ ગામ પાટીદાર કેળવણી મંડળ, જે વિર્ધાનગર મુકામે હોસ્ટેલ ધરાવી સમાજના દીકરા દીકરીઓને નજીવી ફીના ધોરણે હોસ્ટેલમાં રાખતી હતી, પંરતુ અભ્યાસ કરનાર દીકરા દીકરીઓ નહી થવાને કારણે ભાડે આપેલ છે. અને ભાડુ સમાજના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે કેળવણી મંડળ પહેલા બાવીસ ગામ પાટીદાર સમાજ કેળવણી ઉત્તેજક મંડળના નામે ઓળખાતી હતી અને તેની એક ઓફીસ શીવાશ્રય કોમ્પલેક્ષ, પીજ ભાગોળ, નડીયાદમાં આવેલ છે. પંરતુ રજીસ્ટ્રેશન સમયે બાવીસ ગામ પાટીદાર કેળવણી મંડળના નામે નોંધાયેલ હોઈ તે નામથી હાલ ઓળખાય છે. અને દર મહીના પ્રથમ રવિવારના રોજ સમાજની કારોબારીની મીટીંગ અરવિંદભાઈ આઈ. પટેલ, કિશન ટ્રોલી, પીપલગ ચોકડી મું.પીપલગ તા.નડીયાદ મુકામે રખાય છે. અને નિયમીત મીટીંગો ભરાય છે.
કેળવણી મંડળ દર વર્ષે ધોરણ-૧ થી ૯ અને ૧૦, ૧૧ તથા કોલેજની તમામ ફેકલ્ટીની ડીગ્રી પ્રોત્સાહક ઈનામ વિતરણ કરે છે.

તેવી જ રીતે સમાજના ભણતા વિર્ઘાથી અને વિર્ઘાથીનીઓને તેમને ભણવામાં મદદરૂપ થાય તેવા ચોપડા વિતરણ કરે છે તે ચોપડા પાછળ વરસે સમાજ રૂા.૬ લાખ જેટલો ખર્ચ કરે છે.
સમાજમાં દર વરસે ઓડીટ થાય અને તેનો હીસાબ સંયકૃત ચેરીટી કમીશ્નરશ્રી ની તરફ મોકલવામા આવે છે અને દર વરસે જનરલ સભા ત્રણેય પાંખની સંયુક્ત રીતે ભરાય છે. દર પાંચ વરસે કારોબારીની નિમણુંક થાય છે.
૨૨ ગામ પાટીદાર પંચની કાર્યવાહીમાં સમાજના નિતી નિયમોનુ ઘડતર થાય છે.
અમારા સમાજમા કાંણ માકણ,અને રાત્રી બેસણા સંપુર્ણ બંધ છે. બારસ પ્રથા બંધ કરેલ છે.
રર ગામ પાટીદાર કેળવણી મંડળ જે સને.૧૯૮૭થી અસ્તીત્વમાં આવેલ અને ત્યારથી સતત કાર્ય કરે છે. તેવી જ રીતે ૨૨ ગામ પાટીદાર સેવા સમાજ તા.૬.૩.૧૯૮૮ ના રોજથી અમલમાં આવેલ છે.
હાલમાં

૨૨ ગામ પટેલ સમાજ પ્રગતિ મંડળ નડીયાદ શહેર, નડીયાદ
૨૨ ગામ (મોટી) પાટીદાર સમાજ સુરત સુરત
૨૨ ગામ પાટીદાર સમાજ અમેરીકા
૨૨ ગામ પાટીદાર સમાજ યુ.કે.
૨૨ ગામ પાટીદાર ચરોતર સમાજ અમદાવાદ
૨૨ ગામ પાટીદાર મહીલા સમાજ


તમામ એકમોને સમુહ લગ્નમાં તથા ઈનામ વિતરણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવે છે. અને હોશે હોશે ભાગ લેતા આવેલા છે.
૨૨ ગામ પાટીદાર સેવા સમાજ ધ્વારા સમુહ લગ્નનુ આયોજન કરીને અત્યાર સુધી નીચેના ગામોએ યજમાન બનીને સમુહ લગ્નના પ્રોગ્રામ કરીને ધન્યતા અનુભવેલ છે.