ભૂમેલ ગામે એકત્રિત થયેલ આઠ ગામ ભૂમેલ, કંજોડા, પીપળાતા, ગુતાલ, દાવડા, સંધાણા, ફેરીઆવી અને ડુમરાલમાં રહેનાર લેઉઆ પાટીદારોની તા. ૨૯-૨-૧૮૭૬ ની સભામાં આપણા સમાજના ગોળનો એકડો બંધાયો. અને લીલી સૂકી બાદ તા. ૨૯-૨-૧૯૭૬ ને રવિવારના રોજ ૧૦૦ વર્ષનાં વહાણાં વહી ગયાં અને સમાજે ૧૦૧માં વર્ષમાં પ્રવેશ કર્યો સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું.
આપણો બાવીસ ગામ પાટીદાર સમાજ શરૂઆતમાં વૃદ્ધિ પામીને ૩૯ ગામો સમૂહમાં એકત્રિત થયો. સમય જતાં ૪૦મું ગામ નાપા-તળપદ તેમાં ઉમેરાયું.
બાવીસ ગામ પાટીદાર સમાજના નામથી ઓળખાતો આ સમાજ બાવીસ ગામ પાટીદાર પંચના નામે ઓળખાતો થયો બાવીસ ગામ પાટીદાર પંચ સક્રિય થયું ત્યારે તેને વેગ આપવા માટે પટેલ ચુનીભાઈ શંકરભાઈ ભૂમેલવાળાની પંચના પ્રમુખશ્રી તરીકે વરણી કરવામાં આવી. સમાજમાં ધીમે ધીમે જાગૃત્તિ આવતાં પંચનું બંધારણ ઘડવામાં આવ્યું અને સમાજના ચાલતા લગ્નના તથા મરણોત્તર ક્રિયા જેવા પ્રસંગોએ થતા વધુ પડતા ખર્ચ અને સમજ વિનાના વ્યવહારોને દૂર કરવા માટેના નવા નિયમો કરવામાં આવ્યા. સમય જતાં પરિસ્થિતિ બદલાતાં પટેલ મગનાઈ ગિરધરભાઈ પોરડાવાળાના પ્રમુખપદ હેઠળ ૧૯૭૯ માં લગ્ન, મરણ અને બીજા સામાજિક પ્રસંગોએ પળાતી કેટલીક ખર્ચાળ રૂઢિઓને દૂર કરવા નવા સુધારાઓ માટે ઠરાવો થયા. ત્યારબાદ ક્રમશ: પટેલ મગનભાઈ પુનમભાઈ ગુતાલવાળા, પટેલ ડાહ્યાભાઈ ભાઈલાલભાઈ પીપળાતાવાળાએ પ્રમુખપદે રહીને સમાજની અનન્ય સેવા કરી, જેમાં ૩-૮-૧૯૯૭ ના રોજ શ્રી ડાહ્યાભાઈ બી. પટેલના પ્રમુખપદ હેઠળ નીલકમલ પાર્ક, વલેટવા મુકામે એક સભા રાખવામાં આવી. જેમા બાવીસ ગામ પાટીદાર પંચ તરફથી લગ્ન અને મૃત્યુ પ્રસંગે પાળવાના અઢાર નિયમોનો ઠરાવ પસાર અને સમાજના દરેક ગામમાં રાત્રિ સભાઓ યોજીને દરેક ગામના પાટીદાર સમાજને સમાજ સુધારાવાદી વિચારસરણીની સાચી સમજ આપીને નવા નિયમોના પાલન માટે પ્રતિજ્ઞા લેવડાવી જેના પરિણામે સમાજને ઘણો લાભ થયો.
બાવીસ ગામ પાટીદાર પંચના હોદ્દેદારો તથા આપણા સમાજના અગ્રગણ્ય કાર્યકરોના સહયોગથી સમાજનાં બધાં ગામોમાં રાત્રિ સભા ભરવમાં આવીઅને લગ્ન તથા મરણોત્તર પ્રસંગોમાં શારીરિક, આર્થિક અને સામયિક રીતે થતા ખોટા ખર્ચ નહીં કરવા એં પટેલ બંધુઓને સમજ આપી જેના પ્રતિભાવરૂપે આવા ખોટા ખર્ચ ન કરતાં બાળકોના શિક્ષણ પાછળ પૈસા અને સમય ખર્ચ કરવો તથા સમાજના નવા નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞાથી સમાજમાં થોડા અંશે સુધારો તથા ફાયદો જણાયો.
વ્યક્તિ સમાજ માટે છે અને સમાજ માટે વ્યક્તિ છે આ સૂક્તિને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા પ્રસંગોપાત નવા કરેલા સમાજ સુધારાનું પાલન કરીએ અને આપણા સમાજને સુધ્ઢ બનાવીએ.
બાવીસ ગામ પાટીદાર સેવા સમાજનો ઇતિહાસ
બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા પુસ્તિકા કરેલ સ્મરણિકા-યુલ (૨૦૦૬) માં બાવીસ ગામ પાટીદાર પંચનો ઇતિહાસ સમેલ છે. બાવીસ ગામ પાટીદાર પંચના કાર્યક્ષેત્રને આગળ ધપાવવા બાવીસ ગામ પાટીદાર સમાજની નવી પાંખ તે બાવીસ ગામ પાટીદાર સેવા સમાજ જેનું મુખ્યકાર્ય બાવીસ ગામ , પાટીદાર સેવા સમાજના નીતીનિયમોને આધીન રહીને વસંતપંચમી અને અખાત્રીજ એમ વર્ષમાં બે વખત સમૂહલગ્ન મહોત્સવની ઉજવણી કરવી.
બાવીસ ગામ પાટીદારપંચના હાલના પ્રમુખશ્રી પટેલ મનહરભાઈ ઉમેદભાઇ પોરડાવાળા પણ પંચે કરેલા નવા નિયમોનું પાલન કરાવવા હંમેશા પ્રયત્નશીલ છે.
બાવીસ ગામ પાટીદાર સમાજનો ગુતાલ ગામના વતની અને સરહદી વિસ્તાર થરાદ જિ.બનાસકાંઠાની જનતા હાઇસ્કૂલ, થરાદમાં આચાર્યશ્રી તરીકે સેવા આપતા સ્વ.શ્રી પટેલ અંબાલાલ બેચરભાઇ સમાજસેવાના હિતાથે જ પોતાના સમાજ માટે કાંઇક કરી છૂટવાની તમન્ના સાથે વતનમાં આવ્યા અને આ સમાજને સમૂહલગ્ન મહોત્સવનો એક નવો જ રાહ ચીંધ્યો. એટલુંજ નહીં પણ તમણે અગ્રણીઓને ૧૯૮૭માં સમાજના એકત્રિત કરીને તેમની સામે સમૂહલગ્ન મહોત્સવનો પ્રસ્તાવ મૂક્યો થોડા સમય માટે તો સમાજ અવાચક બની ગયો પરંતુ તેમની તે વખતની સમાજના નાણાંના બચતની રજૂઆત ઘણાંને ગળે ઊતરી અને આ વાતમાં
જેવા અનેક સેવાભાવી કાર્યકરોએ સૂર પુરાવ્યો અને બાવીસ ગામ પાર્ટીદાર સેવા સમાજનું બંધારણ દૃઢ નિર્ણય સાથે ઘડવામાં આવ્યું,
કન્વીનશ્રી તરીકે પટેલ મગનભાઈ પુનમભાઈ ગુતાલવાળાના સુકાનીપદે સંવત ૨૦૪૩ના વૈશાખસુદ ૩ અખાત્રીજ તા. ૧-૫-૧૯૮૭ના રોજ કમળા કોલ્ડસ્ટોરેજ મુ.ગુતાલ શુભસ્થળે બાવીસ ગામ પાટીદાર સેવા સમાજનો પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
લગ્નસ્થળ નક્કી થયું. લગ્ન સમારંભનો સમગ્ર ખર્ચ આપનાર દાતાશ્રી મળ્યા, પરંતુ સમાજમાં સમૂહલગ્ન પ્રત્યેની નાનમ, સૂત્ર, ક્ષોભ જેવા શબ્દોએ પરણનાર યુગલો મળવા મુશ્કેલ બનાવ્યા. આવા કપરા સમયે વડીલોના આગ્રહથી યુવાન કાર્યકરોએ તેમના જ ખર્ચે તથા તેમના વાહનો લઈને દોડધામ કરી પરણિામ સ્વરૂપે સમાજનાં પ્રેરણાદાયી ચાર યુગલોએ હિંમત કરીને લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડયાં યુગલોને લગ્નગ્રંથિથી જોડાવા માટે તૈયાર કરવામાં વર્તમાન સંનિષ્ઠ કાર્યકરો શ્રી ભરતભાઈ મગનભાઇ પટેલ (ગુતાલ) અને શાંતિલાલ વિઠ્ઠલદાસ પટેલ (વડતાલ) નો અનન્ય ફાળો હતો.
પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયેલ સમાજને
પ્રેરણારૂપ સન્માનના અધિકારી યુગલોની યાદી
(૧)
ઉષાબેન - પટેલ પરસોત્તમભાઈ ત્રિકમભાઈનાં સુપુત્રી (મુ.વલેટવા)
વિનોદકુમાર - પટેલ મનુભાઈ ઉમેદભાઈના સુપુત્ર (મુ.દાવડા)
(૨) શીલાબેન -પટેલ રામભાઈ ડાહ્યાભાઈનાં સુપુત્રી (મુ.મિત્રાલ)
રાજેન્દ્રકુમાર - પટેલ છગનભાઈ લલ્લુભાઇના સુપુત્ર (મુ.સોખડા)
(૩) ભાવનાબેન - પટેલહર્ષદભાઈ રાવજીભાઈનાં બહેન (મુ.ભારેલ)
જંયતિભાઈ - પટેલ પૂજાભાઈ છોટાભાઈના સુપુત્ર (મુ.જોળ)
(૪)
છાયાબેન - પટેલ છોટાભાઈ સોમાભાઈનાં સુપુત્રી (મુ.પોરડા)
મહેશભાઈ - પટેલ રાવજીભાઇ મણિભાઈના સુપુત્ર (મુ.વડતાલ)
ઉપરોક્ત ચાર સહભાગી - પ્રેણાદાયી યુગલોના પ્રતાપે દર વર્ષે વસંત પંચમી અને અખાત્રીજ એમ બે વખત જુદાંજુદાં ગામામાં સમૂહલગ્ન મહોત્સવની ઉજવણીનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. અત્યાર સુધી ૩૮ સમૂહલગ્ન મહોત્સવ ઉજવી ચૂકેલ આ સમાજ દ્વારા કુલ ૯૦૫ યુકગલોને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં. આર્થિક રીતે લગ્ન પ્રસંગોએ ખર્ચ ઓછો થતાં આર્થિક સંકડામણમાંથી સમાજનાં ઘણ કુટુંબો બહાર આવ્યાં. તેમજ દિકરીના બાપને સાપનો ભારો લાગતી દિકરી પ્રત્યે સહાનુભૂતિ જાગી અને તેમના વાલીઓ ચિંતામુક્ત થયા.
સમાજનાં લગભગ બધાંજ ગામોએ સમૂહલગ્ન મહોત્સવ ઉજવી કન્યાદાનનો લાભ લઇ પ્રથમ તબક્કો પૂરો કર્યો.
૩૯ મો સમૂહલગ્ન મહોત્સવ બીજા તબક્કાનું પ્રથમ સોપાન કે જે પ્રથમ તબક્કાના પ્રથમ સોપાન સમા ગુતાલ ગામે ઉજવવાનું સ્વીકાર્યું બાવીસ ગામ પાટીદાર સેવા સમાજે તેને હર્ષભેર સ્વીકાર્યું સાથે સમૂહલગ્ન મહોત્સવનો રાહ ચીંધનાર એવા સ્વર્ગસ્થ વડીલો-સૂત્રધારોનું (યાદી સામેલ છે) મરણોત્તર સન્માન કરવા માટે તેમના કુટુંબોને તથા પ્રથમ સમૂહ લગ્નમાં જોડાનાર સહભાગી ચાર યુગલોને આમંત્રિત કરીને ગુતાલ ગામમાંજ યોજાનાર સમૂહલગ્ન મહોત્સવમાં સન્માન કરવાનું નક્કી કર્યું.
આ પ્રસંગે અગાઊ સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે એકજ દાતા તરફથી સંપૂર્ણ ખર્ચ આપનાર જે તે ગામના દાતાશ્રીનું સન્માન કરવાનું નક્કી કર્યું. (દાતાશ્રીઓની યાદી સામેલ છે.)
તેમજ બાવીસ ગામ પાટીદાર કેળવણી મંડળના ઉત્કર્ષ માટે રૂા. ૫ લાખ કે તેથી વધુ રકમ આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
સમૂહ લગ્ન મહોત્સવ ઉજવણીનું વર્ષ, ગામ, સંખ્યા, દર્શાવતી યાદી આ સાથે સામેલ છે.
બાવીસ ગામ પાટીદા સેવા સમાજ દ્વારા ઉજવાતા સમૂહલગ્ન મહોત્સવમાં વર અને કન્યા પક્ષ તરફથી બંન્ને પક્ષ પાસેથી રૂ|. ૧૦૦૦+ ૧૦૦૦ = લેવામાં આવે છે જેમાંથી સમૂહલગ્ન મહોત્સવ ઉજવનાર દાતા ગામને લગ્નમાં ખર્ચ કરવા માટે રુ. ૧૫૦૦ આપવામાં આવે છે. બાકીના યુગલ દીઠ રૂા. ૫૦૦ સમાજ વહીવટી ખર્ચ જેવા કે પરિપત્ર, કંકોત્રી, ભોજનપાસ, સ્વયંસેવકના બીલ્લા, ટપાલ ખર્ચ તથા સ્ટેશનરી ખર્ચ વગેરેમાં વાપરે છે. છતાં તેમાંથી થતી બચત બેન્કમાં ડીપોઝીટ તરીકે મૂકવવામાં આવે છે તેમાંથી કરકસર કરીને બચાવેલા રૂ. ૬ લાખ જેવી માતબર રકમ સમાજના જ કેળવણી મંડળને કન્યા છાત્રાલય, વિદ્યાનગરની જમીન ખરીદવા આપવામાં આવેલ છે જે બચતનું અને સ્વચ્છ વહીવટનું ઉમદા ઉદાહરણ છે
સમૂહલગ્ન મહોત્સવ ઉજવનાર દાતા ગામ દરેક યુગલને ગૃહઉપયોગી તમામ ચીજ વસ્તુ કન્યાદાનમાં ભેટ આપીને કન્યાદાન કર્યાનો અખૂટ યશ અને પુણ્ય પ્રાપ્ત કરે છે. સામાન્ય રીત જીવન જરૂરી અપાતી ચીજોની હાલની કુલ કિંમત અંદાજે રૂ. ૨૫,૦૦૦ સુધીની હોય છે.
દાતા ગામ બાવીસ ગામ પાટીદાર સેવા સમાજના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ સેવા સમાજના નીતિ નિયમોનું સંપૂર્ણ પણે પાલન કરીને સમૂહલગ્ન મહોત્સવની હોંશભેર ઉજવણી કરતું હોવાથી વસંત પંચમી અને અખાત્રીજ એમ વર્ષમાં બે વખત સમૂહલગ્ન મહોત્સવના ઝરણાનો પ્રવાહ અવિરત ચાલુ રહેલ છે. અને ભવિષ્યમાં ચાલુ રહેશે એ જ અભ્યર્થના
સમૂહ લગ્ન મહોત્સવમાં ઉજવણી માટેના કરકસર ભર્યા નિયમો તથા માર્ગદર્શન હેઠળ સમાજના બધાજ ગામોએ સહર્ષ સ્વીકાર કર્યા અને દરેક દાતાગામે સમાજના હોદેદારોના માર્ગદર્શન હેઠળ રહીને નિયમોનું પાલન કરીને હોંશભેર સમૂહલગ્ન મહોત્સવની ઉજવણી કરી જેના ફળ સ્વરૂપે સંવત ૨૦૪૭ થી તા. ૧-૫-૮૭ના રોજથી વર્ષ દરમિયાન વસંત પંચમી અને અખાત્રીજ એમ બે વખત અવિરત આ પ્રવાહ ચાલુ રહ્યો આજસુધી કુલ ૩૮ સમૂહલગ્ન મહોત્સવની ઉજવણીમાં કુલ ૯૦૫ યુગલો એ લગ્નગ્રંથિથી જોડાઇને પ્રભુતામાં પગલાં માંડયાં આપણા સમાજમાં એવા પણ દાતાશ્રીઓ છે જેમણે સમૂહ લગ્ન મહોત્સવનો સંપૂર્ણ ખર્ચ (કન્યા દાનની ભેટ સિવાય) આપીને સમાજને આર્થિક સહાય કરી છે જે અભિનંદનને પાત્ર છે.
સમૂહલગ્ન મહોત્સવના દાતાગામના પટેલ બંધુઓએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કન્યાદાનમાં ભેટ સ્વરૂપે આપીને નવયુગલોને આર્થિક મદદ કરી છે. જે ખૂબ પ્રશંસનીય છે.
આપણા સમાજના પરદેશમાં વસતા પટેલ બંધુઓએ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહીને સમાજના આ ભગીરથ અને પુણ્યના કામમાં આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે તે આપણા સમાજનું ગૌરવ છે અને તેમને પણ ધન્યતા ઘટે છે. સમાજના સર્વાંગી વિકાસ થાય એજ અભ્યર્થના.
બાવીસ ગામ પાટીદાર સેવા સમાજ